લીગલ શાખા

લીગલ શાખાની કામગીરી મુખ્ય બે ભાગમાં વહેંચાયેલ છે.

આ શાખામાં જમીન મહેસુલ કાયદો ૧૮૭૯, જમીન મહેસુલ નિયમો તેમજ ગુજરાત મનોરંજન કર અધિનિયમ હેઠળ જે તે કાયદો હેઠળ મળેલ સત્તા અન્વયે જિલ્લા કલેકટરશ્રી અપીલો તેમજ રીવીઝન અરજી સાંભળી ન્યાય આપવાની કામગીરી તેમજ જુદી જુદી ન્યાયીક કોર્ટો જેવી કે સીટી સીવીલ કોર્ટ, ગ્રામ્ય કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ વિગેરેમાં ચાલતા દવાઓનું મોનીટરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.

શાખાની કામગીરી

જમીન મહેસુલ અધિનિયમમાં અથવા તે સમયમાં અમલમાં હોય તેવા કોઈ કાયદામાં વિરુધ્ધની કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોય તો આ અધિનિયમ અથવા તે સમયમાં અમલમાં હોય તેવા બીજા કોઈ કાયદા મુજબ મહેસુલી અધિકારીએ કરેલા નિર્ણય અથવા હુકમ સામેની દાખલ થયેલ અપીલ / વિવાદ અરજી સંભાળવાની કાર્યવાહી કરવામાં આવે છે.

સદર વિવાદ અરજી તાબાના અધિકારી એટલે કે પ્રાંત અધિકારી/નાયબ કલેકટર કક્ષાના મહેસુલી અધિકારીએ કરેલ નિર્ણય અથવા હુકમ સામેની અપીલ સ્વીકારવામાં આવે છે.

 • આવી અપીલ અરજીના સ્વરૂમાં હોવી જોઈએ. અને તે ટૂંકી સમજી શકાય તેવી અને વિવેકી ભાષામાં લખાયેલ હોવી જોઈએ.
 • અપીલ અરજીની નીચે અપીલ કરનાર અથવા તેના અધિકૃત માણસની સહી હોવી જોઈએ. તેમજ અપીલ અરજીમાં નીચેની બાબતો ખાસ હોવી જોઈએ
  • અરજદારનું પૂરેપૂરું નામ
  • તેના પિતાનું નામ
  • ધંધો
  • રહેઠાણનું સ્થળ અથવા પત્ર વ્યવહારનું સંપૂર્ણ સરનામું
  • જે મુદ્દા પરત્વે અપીલ હોય તે સાચા અતિશયોકતી કાર્ય વગર લખાયેલા હોવા જોઈએ.
  • તાબાના અધિકારના કયા નિર્ણય / હુકમ કે ઠરાવ સામે અપીલ કરવામાં આવે છે? તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ અપીલ અરજીની સાથે સંબંધિત ઠરાવ / હુકમની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અપીલ અરજી નીચેની કોર્ટના ઠરાવની પ્રમાણીત નકલ તેમજ વકીલાત પત્ર (જો હોય તો) પર કોર્ટ ફી અધિનિયમ હેઠળ નિયત કરેલ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.
  • અપીલ / વિવાદ અરજી જો અધિકૃત ઇસમ કે કુલમુખત્યાર ધ્વારા કરવામાં આવેલ હોય તો અધિકૃત કાર્ય બદલના કે કુલમુખત્યાર નામની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
 • અપીલ / વિવાદ અરજી તાબાના અધિકારીએ કરેલ નિર્ણય / હુકમની ૬૦ દિવસની સમર્યાદામાં દાખલ કરવાની રહેશે. જો સમય વીત્ય બાદ કરવામાં આવે તો મુદ્ત અધિનિયમની જોગવાઈઓ ધ્યાને લઇ થયેલ વિલંબ માફ કરવા અંગેની ડીલેકોન્ડોન કરવા માટેની અરજી સંતોષકારક કારણો સહીત અલગથી કરી વિવાદ અરજી સાથે સામેલ કરવાની રહેશે.

આ જોગવાઈ હેઠળ ચાલતા કેસોને ખુબ જ પ્રખ્યાત શબ્દ (Wellknown Words) રેકર્ડ ઓફ રાઈટસ એટલે કે હક્ક પત્રક બાબતેના કેસો તરીકે ઓળખવામાં આવે છે.

રેકર્ડ ઓફ રાઈટસ / હક્ક પત્રકમાં થતાં ફેરફાર સંબંધી ના કલેકટર / પ્રાંત અધિકારીએ કરેલ નિર્ણય / હુકમ / ઠરાવની સામેની રીવીઝન અરજી સાંભળવાની કાર્યવાહી કરવામાં આવે છે.

 • આવી રીવીઝન અરજીના સ્વરૂપમાં હોવી જોઈએ. અને તે ટૂંકી સમજી શકાય તેવી અને વિવેકી ભાષામાં લખાયેલ હોવી જોઈએ.
 • રીવીઝન અરજીની નીચે અપીલ કરનાર અથવા તેના અધિકૃત માણસની સહી હોવી જોઈએ. તેમજ રીવીઝન અરજીમાં નીચેની બાબતો ખ્જસ હોવી જોઈએ.
  • અરજદારનું પૂરેપૂરું નામ
  • તેના પિતાનું નામ
  • ધંધો
  • રહેઠાણનું સ્થળ અથવા પત્ર વ્યવહારનું સંપૂર્ણ સરનામું
  • જે મુદ્દા પરત્વે અપીલ હોય તે સાચા અતિશયોકતી કાર્ય વગર લખાયેલા હોવા જોઈએ.
  • તાબાના અધિકારના કયા નિર્ણય / હુકમ કે ઠરાવ સામે અપીલ કરવામાં આવે છે? તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ અપીલ અરજીની સાથે સંબંધિત ઠરાવ / હુકમની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
  • અપીલ અરજી નીચેની કોર્ટના ઠરાવની પ્રમાણીત નકલ તેમજ વકીલાત પત્ર (જો હોય તો) પર કોર્ટ ફી અધિનિયમ હેઠળ નિયત કરેલ કોર્ટ ફી સ્ટેમ્પ લગાડવાની રહેશે.
  • અપીલ / વિવાદ અરજી જો અધિકૃત ઇસમ કે કુલમુખત્યાર ધ્વારા કરવામાં આવેલ હોય તો અધિકૃત કાર્ય બદલના કે કુલમુખત્યાર નામની પ્રમાણીત નકલ બીડવાની રહેશે.
 • રીવીઝન / વિવાદ અરજી તાબાના અધિકારીએ કરેલ નિર્ણય / હુકમની તારીખથી ૯૦ દિવસની સમર્યાદામાં દાખલ કરવાની રહેશે. જો સમય વીત્ય બાદ કરવામાં આવે તો મુદ્ત અધિનિયમની જોગવાઈઓ ધ્યાને લઇ થયેલ વિલંબ માફ કરવા અંગેની ડીલેકોન્ડોન કરવા માટેની અરજી સંતોષકારક કારણો સહીત અલગથી કરી વિવાદ અરજી સાથે સામેલ કરવાની રહેશે.
 • આ ઉપરાંત તબ નીચેના કોઈ મહેસુલી અધિકારીએ નિયમો ૧૦૬, ૧૦૭ તથા ૧૦૮ પેટા નિયમ ૧ થી ૫ મુજબ કરેલ કાર્યવાહીમાં કરેલા કોઈ નિર્ણય અથવા હુકમના કાયદેસરપણા અથવા ઔચિત્ય વિશે ખાતરી કરવાના હેતુ સારૂ કે કાયદેસરના તપાસવાના હેતુ સારું રેકર્ડ મંગાવી યોગ્ય જબય તો પક્ષકારોને કારણદર્શક નોટીસ આપી તેમાં ફેરફાર કે રદ કરવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે.

તાબા નીચેના કોઈ મહેસુલી અધિકારીએ કરેલા કોઈ નિર્ણય હુકમના કાયદેસરપણા અથવા ઔચિત્ય ખાતરી કરવાના હેતુ સારું કે કાયદેસરતા તપાસવાના હેતુ સારું રેકર્ડ મંગાવી યોગ્ય જણાય તો પક્ષકારોને કારણદર્શક નોટીસ આપી તેમાં ફેરફાર ક અરડ કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

સદરહું અધિનિયમ ૩ ની પેટા કલમ (૩) અથવા કલમ-૮, કલમ-૯, કલમ-૧૦, અથવા કલમ-૨૦ હેઠળ અથવા કલમ-૬-ગ, અથવા કલમ-૬-ઘ હેઠળ નિયત અધિકારીના નિર્ણયથી નારાજ થયેલ કોઈ માલિક આ કલમ હેઠળ અપીલ કરી શકે છે.

આવી અપીલ મળ્યેથી પક્ષકારોને નોટીસ આપી સાંભળીને નિર્ણય કરવામાં આવે છે.

 • સદર અપીલ નમુના નં. ૮ માં અરજદારે જાતે અથવા તેના અધિકૃત એજન્ટ અથવા કાયદા વ્યવસાયી મારફતે રજુ કરી શકશે. અથવા નિયત અધિકારીના નિર્ણયની તારીખથી ૩૦ દિવસની અંદર રજીસ્ટર ટપાલથી મોકલાવી શકશે.
 • અપીલની સાથે અમ્બંધિત હકીકતોનું સ્પષ્ટ નિવેદન હોવું જોઈએ. અને માગેલી દાદ તેમાં નિશ્ચિત રીતે જાણવાની રહેશે.
 • અપીલ જેની વિરુધ્ધ દાખલ કરવામાં આવી હોય તેવા નિર્ણય ની પ્રમાણીત નકલ અને તમામ સંબંધિત દસ્તાવેજો અપીલની સાથે હોવા જોઈએ.
 • અપીલ ઉપર અરજદારે યોગ્ય રીતે સહી કરી ખરાઈ કરવાની રહેશે. તેમજ અપીલ અરજી કોર્ટ ફી અધિનિયમ હેઠળ નક્કી થયેલ કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની રહેશે.

જિલ્લા કક્ષાએ સરકાર વતી જિલ્લા કલેકટર પક્ષકાર બનાવેલ હોય તેવા તેમજ જિલ્લા કલેકટર કચેરીની તાબા હેઠળના અમલદાર / અધિકારી / કચેરી વિરુધ્ધ જુદી જુદી ન્યાયિક કોર્ટો જેવી કે સીવીલ કોર્ટ, ગ્રામ્ય કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ વિગેરેમાં ચાલતા તમામ દવાઓનું મોનીટરીંગ કરવામાં આવે છે.

જુદી જુદી ન્યાયિક કોર્ટોમાં ચાલતા દવાઓ કલેકટર કચેરીની કોઈ શાખા તાબાના અધિકારી / કચેરી તેમજ જિલ્લા કક્ષાએ અન્ય કયા વિભાગ / કચેરી ધ્વારા જે તે સંબંધિત કોર્ટમાં સરકાર પક્ષે રજૂઆત કરવામાં આવનાર છે. તેની માહિતી તથા તે બાબતેનું સતત મોનીટરીંગ કાર્યવાહી કરવામાં આવે છે.

લીગલ શાખા

Downloads
[Gujarati] [60 KB]

મુખ્ય સંપર્ક

નવું શું છે ?

Whats new